વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરા ખાતે ગત તા. ૧૦/૦૩/૨૦૨૬ના રોજ યોજાયેલી રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં તેમણે પોતાનું સંશોધન પેપર રજૂ કરી વાંકાનેર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદરા આયોજિત આ કોન્ફરન્સમાં નરેન્દ્રભાઈ કાલરિયાએ 'વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા' થીમ અને 'શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ' સબ-થીમ પર રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. આ બદલ તેમને જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગરના રિસર્ચ એસોસિએટ ડૉ. પંકજભાઈ મિસ્ત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.નરેન્દ્રભાઈ કાલરિયાની આ ઉમદા શૈક્ષણિક કામગીરી અને સિદ્ધિ બદલ વાંકાનેર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડ, બીટ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા, બી.આર.સી. કો. ઓ. ઈરફાનભાઈ શેરસિયા, સી.આર.સી. કો. ઓ. જગદીશભાઈ સબાડ અને જાવિદભાઈ બાદીએ અભિનંદન પાઠવ્યા છે.#MorbiUpdate #Wankaner #EducationNews #ResearchPaper #GCERT #MorbiEducation #TeacherAchievement