માળીયાના વવાણીયા ગામે મારમારીની ઘટનામાં પાંચ આરોપીઓ સામે ખૂની હુમલાનો ગુન્હો દાખલ માળીયા : માળીયાના વવાણીયા ગામે કોઈ બાબતે મોટાભાઈએ ઠપકો આપ્યા બાદ ઉશકેરાયેલા નાનાભાઈએ અન્ય ચાર શખ્સો સાથે મળીને પોતાના મોટાભાઈ ઉપર ખૂની હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મોટાભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં તેણે પોતાના નાનાભાઈ સહિત પાંચ શખ્સો સામે ખૂની હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) ના વવાણીયા ગામે આવેલ મોટા કોળીવાસમાં રહેતા માવજીભાઇ જીવાભાઇ મોરવાડીયા (ઉ.વ.૬૦) એ આરોપીઓ સવજીભાઇ જીવાભાઇ, રવિભાઇ સવજીભાઇ, મનસુખભાઇ મેરૂભાઇ થરેસા, નવઘણભાઇ બાબુભાઇ થરેસા, રાજુભાઇ બાબુભાઇ થરેસા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં એક આરોપી ફરીયાદીના સગા નાના ભાઇ થતા હોય જેને ફરીયાદીએ ઠપકો આપતા આરોપીઓ સાથે ઝગડો થતા આરોપીઓ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ ફોન કરી અન્ય આરોપીઓને બોલાવતા આરોપીઓએ આવી એક આરોપીનો પક્ષ લઇ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગાળો આપતા સાહેદ બાવલાભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ સાહેદ બાવલાભાઇને પકડી રાખી આરોપીએ ફરીયાદી તથા સાહેદને મારી નાખવાના ઇરાદે પેટનાં ભાગે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી તેમજ શરીરે છરી વતી નાની-મોટી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..