મોરબી : મોરબીમાં એક પોઝિટિવ કેસની વચ્ચે ગઈકાલે મંગળવારે રવાપર રોડ પર રહેતા વૃધ્ધાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશનમાં દાખલ કરી તેમના સેમ્પલ જામનગર મોકલાયા હતા. જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. જયારે રાજકોટ સિવિલમાં દાખલ મોરબીના બે બાળકોના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા જાહેર થયા છે. મોરબીના રવાપર રોડ પર રહેતા 65 વર્ષના વૃધ્ધાને મંગળવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલ્યા હતા. જે રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો હતો. જ્યારે મોરબી શહેરમાં રહેતા ચાર મહિના અને 2 વર્ષના બાળક જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર છે તેમના પણ સેમ્પક લઈ રિપોર્ટ માટે મોકલાયા હતા. જે બંને બાળકોના રિપોર્ટ પણ રાજકોટ લેબમાં નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે. અને ત્યારબાદ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે આજે રાજકોટ સારવારમાં રહેલા 55 વર્ષના વૃદ્ધનો રાજકોટથી રિપોર્ટ આવાનો બાકી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/