જલારામ મંદીરની ટીમ અસ્થિઓના કળશને લઈને સોમનાથ જવા રવાના થઈ મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ આ સંસ્થા દ્વારા કરવામા આવે છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે, ત્યારે આગામી તા.26 મે ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.23 મે ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. આજે તા.22 ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત કુલ 123 દીવંગતોના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા છે. આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, સી.પી. પોપટ, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, જીતુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, હર્ષિત કંસારા, નિર્મિત કક્કડ, જયેશભાઈ કંસારા, હરકાંતભાઈ વ્યાસ, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ (પોપટ પાન), જયદીપ પોપટ, કૌશલ જાની, નવીનભાઈ જૈન, નંદલાલ રાઠોડ, ચિરાગ વોરા, દીનેશ સોલંકી સહીતના જોડાયા છે.