શ્રાવણ માસ દરમિયાન સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધી અખંડ રામનામ મહામંત્ર જાપનો ભક્તજનો લઈ શકશે લાભમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર મોરબી પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે ભક્તજનો માટે નારણકા અને માનસર વચ્ચે આવેલા રાયથ્રી હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિર પરિસરમાં રામધૂનનું ભવ્ય આયોજન કરાયું છે.આ અખંડ રામધૂનનો સમય શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ રામનામ મહામંત્ર જાપનો લાભ લેવા આવતા તમામ ભક્તજનો માટે દરરોજ બપોરે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ધર્મપ્રેમી પ્રજાને આ લાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી કે વિગતો મેળવવા માટે સંપર્ક નંબર 63524 70397 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #ShravanMonth #RamDhun #RaythriHanumanji #Naranka #Mansar #DevotionalNews #MorbiNews #GujaratNews