102 જેટલી ડ્રિગીના તાવ ધરાવતા બાળકોથી હોસ્પિટલ ઉભરાતા ચિતાજનક સ્થિતિ, રોજના તાવ શરદી ઉઘરસ ધરાવતા બાળકોના 300થી વધુ કેસ આવતા હોવાનું ડોક્ટરોનું તારણ, ફલૂ વાયરલથી કરાતી સારવાર, આ બાળકોમાં કોવિડની સંભાવના ખૂબ જ ઓછી હોવાનો બાળ રોગ નિષ્ણાતોનો અભિપ્રાય મોરબી : મોરબીમાં કોવિડની નવી લહેરની ભીતિ વચ્ચે એક નવી ઉપાધિ આવી પડી છે. જેમાં નાના નાના ભૂલકાઓ શરદી, ઉધરસ અને તાવ જેવી વાયરલ બીમારીનો શિકાર બની રહ્યા છે. જો કે સૌથી ગંભીર બાબત એ છે કે આવા બાળકોને 102 ડ્રિગી સુધીનો તાવ હોય ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. બાળકોની હોસ્પિટલો આ રોગોના બાળકોથી ઉભરાય રહી છે. બાળ રોગ નિષ્ણાતોનો અભિપ્રાય મુજબ આ વાયરલ બીમારી હોય બાળકોમાં કોવિડની જરાય શકયતા નથી એટલે ફલૂ ટ્રીટમેન્ટ જ કરવામાં આવે છે. મોરબીમાં જાણીતા બાળ રોગ નિષ્ણાત ડો. સતીશ પટેલે જણાવ્યું હતું કે, નાના બાળકોમાં હાલ શરદી ઉઘરસના અને તાવનો ભંયકર રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસ એટલો ગંભીર છે કે શરદી ઉઘરસની સાથે બાળકોના ઝાડા પણ થાય છે. તેમજ બાળકોમાં 102 જેટલી ડીગ્રી જેટલો તાવ હોય છે. દરરોજ તેમની પાસે 50 બાળકોમાં આવા વાયરસ હોવાનું નિદાન થાય છે અને રોજ 50થી વધુ બાળ દર્દીઓ તેમની પાસે આવે છે. માથે કોરોનો ભય તોળાઈ રહ્યો છે. જો કે આ બાળકોમાં કોવિડની સંભાવના ઓછી હોય હાલ વાયરસની જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બાળકોમાં આવા રોગો એટલી હદે વધ્યા છે કે ચિંતાજનક સ્થિતિ છે. આ વાયરસ ચેપી હોવાથી તેઓએ બાળકોના બર્થ ડે સેલિબ્રેશન અને થર્ટી ફર્સ્ટની ઉજવણી ટાળવી જોઈએ, બને ત્યાં સુધી ટોળામાં જવું જ ન જોઈએ. બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયાએ કહ્યું હતું કે, હાલ શરદી ઉધરસ, તાવ, માથું, કળતર જેવી વાયરલ બીમારીઓના ઘણા બાળકો શિકાર બન્યા છે. ખાસ કરી બાળકોમાં વાયરલ બીમારી અને વાયરલ ફલૂ હોય તાવ 104 જેટલી ડિગ્રીનો હોય છે. આ વાયરલ બહુ સિરિયસ ન કહી શકાય પણ ત્રણ ચાર દિવસ તાવ ન ઉતરે તો ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. તેમની પાસે આવા 100 કેસ આવે છે. મોરબીમાં બાળકોના 23 ડોકટર છે. આ બધા ડોકટર પાસે રોજના બાળકોમાં વાયરલ બીમારી હોય એવા સરેરાશ 50થી 100ની વચ્ચે કેસ આવે છે. એટલે બાળકોની તમામ હોસ્પિટલમાં ફૂલ કહી શકાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકોમાં આ વાયરલ બીમારી ચિંતાજનક કહી શકાય. એટલે ખોરાકમાં ધ્યાન રાખવું જરૂરી છે. બીજી વેવમાં બાળકોમાં કોરોનાના કેસ બહુ આવતા પણ હવે આ વાયરલ બીમારીમાં કોરોનાની શકયતા નહિવત છે. એટલે બાળકોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા નથી. માત્ર વાયરલ બીમારીઓ ફલૂ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ઘણા બાળકો થોડા દિવસની સારવાર બાદ સાજા પણ થઈ જાય છે. જે બાળકો સ્કૂલે જતા હોય એમાં એક બાળકને આ વાયરલ લાગુ પડે તો તેનો ચેપ બીજાને લાગે અને આ રીતે સ્કૂલમાં બાળકોને વાયરલ બીમારીઓ વધવાની સંભાવના છે. હાલ મોરબીની એકેય સ્કૂલ બાકી નહિ હોય જ્યાં 70 જેટલા બાળકોને શરદી ઉધરસ તાવ ન થયા હોય. એટલે ખાસ કોવિડની ગાઈડલાઈનમાં જે ધ્યાન રાખતા એ રીતે સ્કૂલે જતા બાળકોને ફરજિયાત માસ્ક પહેરવું અને ખોરાક પણ એકદમ હેલ્ધી ખાઈ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો જ આ બીમારીઓ અંકુશમાં આવશે.