મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ શહીદ વીર જવાનોના લાભાર્થે રાસંગપરના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ નિહાળવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીમા શહીદ વીર જવાનોના લાભાર્થે શનાળા જીઆઇડીસી છાત્રાલય રોડ, સ્વામિનારાયણ મંદિર પાછળ આવતીકાલે તા. ૩ને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસંગપરની ખોડિયાર મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમા પધારવા માટે આયોજક વિપુલભાઈ ભોરણીયા અને દુર્લભજીભાઈ બોપલીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en