ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-2 ખાતે સવારે 8 થી 11 વાગ્યા સુધી રજૂઆતો સ્વીકારાશે: બપોર બાદ મુખ્યમંત્રી પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સાંભળશે પ્રશ્નોમોરબી અપડેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ત્વરિત ઓનલાઇન નિવારણ માટે ઓગસ્ટ-2026 મહિનાનો 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ આગામી 27 ઓગસ્ટ ને ગુરુવારના રોજ યોજાશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003 થી શરૂ થયેલા 'સ્વાગત' ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.આ કાર્યક્રમ હેઠળ નાગરિકો પોતાની રજૂઆતો અને ફરિયાદો 27 ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. ત્યારબાદ ગુરૂવારે બપોર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.#Gujarat #Gandhinagar #BhupendraPatel #RajyaSwagat #SwagatOnline #GrievanceRedressal #GujaratGovernment #MorbiUpdate #MorbiNews