ઘોડાધ્રોઈ નદી ગાંડીતુર બનતા જીવાપર-ચકમપરનો રસ્તો બંધ માળીયા પંથકના અનેક ગામોમાં 7 થી 10 ઈચ વરસાદ પડ્યો : અનેક ગામોના રસ્તાઓનો સંપર્ક તૂટ્યો મોરબી : મોરબી અને માળીયા પથકને આજે સવારથી મેઘરાજા ધમરોળી રહ્યા છે.બપોર પછી ફરી વરસાદનું જોર વધ્યું છે અને હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.વધુ વરસાદથી ઠેરઠેર ખાના ખરાબીના વાવડ મળી રહ્યા છે.ભારે વરસાદને કારણે પાણી ફરી વખત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના સંપર્ક તૂટ્યા છે. ભારે વરસાદને પગલે ઘોડાધ્રોઈ નદી બે કાંઠે થઈને ગાડીતુર બની છે.આ નદીનો પાણીનો પ્રવાહ મોરબીના જીવાપર ચકમ્પર ગામે ફરી વળ્યાં હતા આથી જીવાપર ચકમપર ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.આ ગામને જોડતા અન્ય રસ્તાઓ ઉપર પાણી ભારે માત્રામાં પાણી ફરી વળ્યાં છે.ઉપરાંત માળીયા પથકના મોતભેલા ,ભાવપર ,નાની બરાર ,ચમનપર ,નાના ભેલા ,જાજાસર ,દેવગઢ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં 7 થી 10 ઈચ જેવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.ભારે વરસાદથી પાણી ફરી વળતા મોટા ભેલાથી સરવડ ,સુલતાનપુર,નાનભેલા ,ચમનપર,હરીપર કેરાળા ગામ સહિતના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ખેતરોમાં કેડ સમાણાં પાણી ભરાય ગયા છે.કોઝવેમાં પાણી ભરાય ગયા છે એ ઉપરાંત વેજલપર, ખાખરેચી ,કુંભરીયામાં પણ ભારે વરસાદથી ગામલોકોની હાલત કફોડી બની ગઈ છે.