રાત્રે 10થી વહેલી સવારે 6 વાગ્યા સુધી કામગીરી સબબ ફાટક બંધ રખાશે : વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેરમોરબી અપડેટ : મોરબી-બરવાળા રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ રેલવે લેવલ ક્રોસિંગ નં. 34 ખાતે સમારકામની કામગીરી કરવાની હોવાથી બે દિવસ રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે આ રસ્તો કામચલાઉ બંધ રાખવાનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા લેવલ ક્રોસિંગ નં. 34 ખાતે રેલવેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 25/09/2026 ની રાત્રે 22:00 કલાકથી 26/09/2026 ની સવારે 06:00 કલાક સુધી રસ્તો બંધ રહેશે. ત્યારબાદ 26/09/2026 ની રાત્રે 22:00 કલાકથી 27/09/2026 ની સવારે 06:00 કલાક સુધી પણ આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.મુસાફરોને શક્ય તેટલી ઓછી અસુવિધા થાય અને વાહનવ્યવહાર સરળ રહે તે માટે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ મોરબી બાયપાસ રોડ તરફ જતા વાહનો માટે મોરબી રેલવે સ્ટેશનથી સુપર ટોકીઝ, મહેન્દ્રપરા મેઈન રોડ અને વાવડી રોડ થઈને મોરબી બાયપાસ રોડનો ઉપયોગ કરી શકાશે. જ્યારે લેવલ ક્રોસિંગ નં. 34 તરફ જતા વાહનો માટે મોરબી બાયપાસ રોડથી વાવડી રોડ, મહેન્દ્રપરા મેઈન રોડ અને જડેશ્વર મંદિર થઈને મોરબી રેલવે સ્ટેશનવાળા માર્ગનો ઉપયોગ કરી શકાશે.આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વાહનચાલકોને સૂચિત કરાયેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficUpdate #MorbiTraffic #RailwayCrossing #WesternRailway