મોરબી : મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક સમાજ દ્વારા આવા સેન્ટરો ઊભા કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે સાથે સાથે જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ સમાજ દ્વારા આવા કોવિડ સેન્ટર બનાવવામાં આવે તો તેના સેન્ટર માં આઇસોલેટ થયેલ પેશન્ટ માટેના ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.