મોરબી : મોરબીના સરકારી કર્મચારી પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા ભૂગર્ભ ગટરના પાણી નિકાલ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે તેઓની સોસાયટીમાં નવા બનાવેલા રોડની ભૂગર્ભ ગટરમાં પાણીનો યોગ્ય નિકાલ ના થવાથી પાણી બહાર રોડ પર આવી બાજુમાં આવેલ સરકારી જગ્યામાં સરોવરની જેમ જમા થઈ જાય છે. જેના લીધે ખૂબ જ દુર્ગંધ આવે છે. આ અંગે 20 દિવસ પહેલા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનો નિકાલ થયો નથી. વધુમાં, ભુગર્ભ ગટર ઓવરફલો થવાથી શોભેશ્વર રોડ કે જ્યાં કલેકટર ઓફિસ ઓફિસ આવેલ છે, ત્યાં રોડ ઉપર પાણી જમા થાય છે. તેમ છતાં કોઈપણ અધિકારીના ધ્યાનમાં આવતું નથી અને તે અંગે કોઈપણ જાતના પગલાં લેવાતા નથી. તો આમપ્રજા શું સમજવું? ગટરના પાણીનો નિકાલ ના થવાથી ભરાયેલા પાણીમાં દુર્ગંધ આવે છે અને સોસાયટીના રહીશો માટે આરોગ્યના પ્રશ્નો ઉભા થાય છે, જે સ્વાભાવિક છે. તો આ સમસ્યા તાકીદે દૂર કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate