વરસાદ અને પવનના કારણે સર્જાય છે 'પેરા વિલ્ટ'ની સમસ્યા; ખેડુતોને સાચી માહિતી આપતા મોરબીના નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક દિલીપભાઈ સરડવામોરબી અપડેટ: અત્યારે ઘણા ખેતરોમાં બીટી કપાસના પાકમાં ઊભા છોડના પાન એકદમ ઢળી પડે છે અને છોડ સુકાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતોને પ્રાથમિક દ્રષ્ટિએ આ સુકારાનો રોગ હોય તેવું લાગે છે, પરંતુ ખરેખર આ સુકારાનો રોગ નથી. મોરબીના નિવૃત કૃષિ વૈજ્ઞાનિક દિલીપભાઈ અમરશીભાઈ સરડવા દ્વારા આ અંગે ખેડૂતોને સાચી માહિતી આપતા જણાવ્યું છે કે આ સમસ્યાને વૈજ્ઞાનિક ભાષામાં 'પેરા વિલ્ટ' (Para Wilt) કહેવામાં આવે છે.આ સમસ્યા ખાસ કરીને વરસાદી પરિસ્થિતિમાં છોડના થડની આજુબાજુ પાણી જમા થવાના કારણે અને પવનના કારણે જમીન તથા થડ વચ્ચે જગ્યા પેદા થવાના કારણે ઉદ્ભવે છે, જેનાથી છોડ અચાનક ઢળી પડે છે.કપાસને પેરા વિલ્ટથી બચાવવા માટેના અસરકારક ઉપાયોનિવૃત કૃષિ વૈજ્ઞાનિક દિલીપભાઈ સરડવાએ ખેડૂતોને પાક બચાવવા માટે નીચે મુજબના તાત્કાલિક પગલાં લેવા માટે સૂચન કર્યું છે:ખેતરમાં પાણી બિલકુલ ભરાઈ રહેવા ન દો અને તેનો સારી રીતે નિકાલ કરી દેવો.યુરિયા અથવા નાઇટ્રોજનનો ડોઝ થોડા દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખો.1% પોટાશિયમ નાઇટ્રેટ (13:0:45) અથવા 1% પોટાશનો છંટકાવ કરો, જેથી છોડનો તણાવ ઓછો થાય.હ્યુમિક એસિડ + સીવીડ એક્સટ્રેક્ટ અથવા એમિનો એસિડનો સ્પ્રે કરવાથી પણ છોડને પુનઃસ્થાપિત થવામાં મદદ મળે છે.જો થડ અથવા મૂળમાં સડો દેખાય તો ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનાસ સાથે જમીનમાં સારવાર કરો.જો ઉપરોક્તમાંથી એક પણ કામ થઈ શકે તેમ ન હોય તો, માત્ર કપાસના છોડના થડની બંને બાજુ પગથી માટી બરાબર દબાવી દેવી.#Morbi #MorbiUpdate #Agriculture #Farmers #CottonCrop #ParaWilt #FarmingTips #Khedut #GujaratFarmers #MorbiNews