મોરબી: મોરબીના વીસીપરા રોડ પર છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત રહી છે. સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં આ અંગે કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, મહાપાલિકાની એક ગાડી રોજ આવે છે અને માત્ર એક જ ગટરની કુંડી સાફ કરીને જતી રહે છે, પરંતુ તેના ગયા બાદ તરત જ ફરીથી ગટર ઉભરાવાની સ્થિતિ સર્જાય છે. ચોમાસાની પરિસ્થિતિ કરતાં પણ વધુ વિકટ અને ગંદકીભરી પરિસ્થિતિ ગટરના ગંદા પાણી ઉભરાવાને કારણે સર્જાઈ છે, જેનાથી રોડ પર રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાથી વહેલી તકે કાયમી મુક્તિ મળે તેવી માંગ ઉઠી છે.