માળીયા (મી.) : ગઈકાલે તા. 31 ઓગસ્ટના રોજ વનાળિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદાય સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો. આજે વયનિવૃત થતાં શાળાનાં આચાર્ય રૂગનાથભાઈ શિવલાલ સરસાવાડિયાને સમગ્ર શાળા પરિવાર તરફથી નિવૃત સન્માન પ્રમાણપત્ર અને ગીફટ આપીને વિદાય આપવામાં આવેલ હતી. આ ઉપરાંત, પ્રેરક શિક્ષક તરીકે હાજીભાઈ અસમાલભાઈ સુમરાએ વનાળિયા પ્રાથમિક શાળાના આચાર્ય રૂગનાથભાઈ શિવલાલ સરસાવાડિયાને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું. સમગ્ર શાળા પરિવાર તથા વનાળિયા ગ્રામ પંચાયતના સરપંચ અનસોયાબેન જીવરાજભાઈ દેકાવડીયા અને એસ.એમ.સી.ના તમામ સભ્યો તથા ગામના લોકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા તેઓનું શેષ જીવન આનંદમય રહે તેવી અંતકરણથી શુભકામના પાઠવામાં આવેલ હતી. કોરોના મહામારીના કારણે ઓછા લોકો સાથે સરકારી ગાઈડ લાઈન મુજબ વિદાય સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો.