ઘટનાનો વિડીયો સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આચાર્યને નોટિસ આપી ખુલાસો માંગ્યોહળવદ : હળવદના માથક રોડ ઉપર આવેલ કડિયાણા માધ્યમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ પાસે ગાડી ધોવડાવી હોવાનો વિડીયો સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્યને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના માથક રોડ ઉપર કડીયાણા માધ્યમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે પોતાના અંગત કામ કરાવવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં આચાર્યએ પોતાની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવડાવી હતી. આ સમગ્ર ઘટનાનો એક જાગૃત નાગરિકે વિડીયો જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે આચાર્ય દ્વારા અવાર નવાર આવી રીતે બાળકો પાસે ગાડી ધોવડાવામાં આવે છે.આ ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોટાએ જણાવ્યું છે કે આ આચાર્ય પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઉપરાંત બાળકો તથા તેના વાલીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. જો આચાર્ય કસૂરવાર હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.આ મામલે શાળાના આચાર્યએ એવું જણાવ્યું છે કે હું અને મારા પતિ એક જ શાળામાં નોકરી કરીએ છીએ. મારા પતિ શાળાએ કાર ધોતા હતા. ત્યારે બાળકો સામેથી મદદ કરવા આવ્યા હતા. આ વીડિયો સમજ્યા અને વિચાર્યા વગર બદનામ કરવાના ઇરાદે ઉતારવામાં આવ્યો છે.