કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી શિક્ષણ વિષય અંગે માર્ગદર્શન આપશે મોરબી : વડાપ્રધાન આગામી તા.18ના રોજ શિક્ષણ વિષયક બાબતથી અવગત થવા અંગે માર્ગદર્શન આપવા સમગ્ર ભારતમાં પ્રથમ એવા કમાન્ડ એન્ડ કંટ્રોલ,ગાંધીનગરની મુલાકાત લેશે.સમગ્ર કાર્યક્રમને દૂરદર્શનની ગિરનાર ચૅનલ,બાયસૅગ તથા યુ-ટ્યુબના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદી તા.18ને સોમવારના રોજ સાંજે 6 થી 7:30 કલાક સુધી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના અથાગ પ્રયત્નોથી સમગ્ર ગુજરાતમાં શિક્ષણ હિતમાં થઇ રહેલ કાર્યો, શિક્ષણ વિભાગે કરેલ ગતિ-પ્રગતિ, નેશનલ એજ્યુકેશન પૉલીસી-2020 કાર્યાન્વિત કરવા લેવાયેલાં પગલાંની માહિતી મેળવવા,શિક્ષણ વિષયક બાબતથી અવગત થવા તથા આ અંગે માર્ગદર્શન આપવા સમગ્ર ભારતમાં પ્રથમ એવા કમાન્ડ એન્ડ કંટ્રોલ, ગાંધીનગરની મુલાકાત લેનાર છે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાનાર મુલાકાતના સમગ્ર કાર્યક્રમને દૂરદર્શનની ગિરનાર ચૅનલ, બાયસૅગ તથા યુ-ટ્યુબના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના સૌ શિક્ષણ પ્રેમી શિક્ષક મિત્રો,આચાર્ય મિત્રો,એસ.એમ.સી.કમિટી સભ્યઓ,ગ્રામજનો, વિદ્યાર્થી-વાલી ગણ, કેળવણીકાર, સંચાલક મિત્રો તથા સંચાલક મંડળના સૌ સભ્યઓ તથા વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના કાર્યકર્તા મિત્રોને આ માધ્યમ દ્વારા કાર્યક્રમ નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા આચાર્ય સંધ - મોરબી,ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ - મોરબી,માધ્યમિક શિક્ષક સંઘ- મોરબી,મોરબી વહીવટી સંઘ,મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબીના મંત્રીઓ અને પ્રમુખો,એસ વી એસ કન્વિનર,મોરબી તમામ આચાર્યો,તમામ માધ્યમિક શાળાના શિક્ષકો,તમામ બાળકો,વાલીઓ એસ.એમ.ડી.સી.ના સભ્યો,સંગઠનના સભ્યો,હોદ્દેદારો બાયસેગ તેમજ યુટયુબના માધ્યમથી લાઈવ પ્રસારણમાં જોડાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત દ્વારા શિક્ષણમાં થયેલા પ્રયોગો લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો કરવાનો છે.આ કાર્યક્રમ બાયસેગના માધ્યમથી,યુટયુબના માધ્યમથી મોરબીના અને મોરબી રહેતા શિક્ષકો સાર્થક વિદ્યાલય ,નવયુગ વિદ્યાલય, નાલંદા વિધાલય અને નિર્મલ વિદ્યાલય ખાતે માધ્યમિક અને સ્વનિર્ભર શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમ નિહાળવો.હળવદના શિક્ષકોએ રાજોધરજી હાઈસ્કૂલ, તક્ષશિલા વિદ્યાલય, વિવેકાનંદ સાયન્સ સ્કૂલે શિક્ષકોએ નિહાળવો.વાકાંનેરના શિક્ષકોએ એલ કે સંઘવી,અમરસિંહજી ,નિર્મલા કોન્વેટ અને મોર્ડન સ્કુલ ખાતે નિહાળવું.ટંકારાના શિક્ષકોએ એમ.ડી.વિવિધલક્ષી વિધાલય,ઓમ વિક્રમ,ઓરપેટ કન્યા અને એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નિહાળવો. તેમ યાદીમાં જણાવાયું છે.