મોરબી : ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ LIG, આવાસ, NIG-1 અને NIG-2 હેઠળ પ્રથમ વખત મકાનની લોન લેનારને રૂ. 2,69,000ની સબસીડીનો લાભ મળે છે. આથી, મકાન લોન લેનાર લાભાર્થીને NTG - 1 અને NTG - 2 યોજના હેઠળ સબસીડી માટેની અરજી અને સાથે સોગંદનામું લોન લીધી હોય, તે બેંકમાં 31-03-2020 પહેલા રજુ કરવાનું રહેશે. 31-03-2020 પછી આ યોજના હેઠળ સબસીડી મળવા પાત્ર થશે નહી. આથી, લોન લેનાર જે તે બેંકમાં સંપર્ક કરી અરજી અને સોગંદનામું 31 માર્ચ પહેલા રજુ કરવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતીભાઈ પટેલની યાદીમાં જણાવેલ છે.