માળિયા તાલુકાના ખેડૂતોએ જેતપર છાવણી ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો: ખેડૂત સંગઠન જે ભાવ નક્કી કરશે તે જ મંજૂર રાખવાનો નિર્ધારમોરબી અપડેટ: મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વીરવિદરકા ગામના ખેડૂતોમાં અદાણી વીજ લાઈન નાખવાની કામગીરી અને જમીનના વળતર બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીરવિદરકા ગામના ઉપસરપંચ અને અસરગ્રસ્ત ખેડૂતોએ જેતપર છાવણી ખાતે એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને તાજેતરમાં MRC કમિટી દ્વારા જમીન માટે નક્કી કરાયેલા ભાવ મંજૂર નથી તેમ જણાવ્યું હતું.ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે 4-7-2026 નો પરિપત્ર અને MRC કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ વળતરનો ભાવ તેમને કોઈપણ સંજોગોમાં મંજૂર નથી. ઉપસરપંચે જણાવ્યું હતું કે ગામના તમામ ખેડૂતો આ વીજ લાઈનથી અસરગ્રસ્ત છે, અને તેમાંથી મોટાભાગના ખેડૂતોએ આ અંગે કોઈ મંજૂરી આપી નથી. માત્ર બે જણાએ મંજૂરી આપી છે, જેમને તારના સામાન્ય કટકા મળ્યા છે અને એક જણાએ તો પોતાની જમીન જ વેચી દીધી છે. બાકીના તમામ ખેડૂતો, જેમના ખેતરમાંથી 7 થી 8 થાંભલા કે તાર પસાર થવાના છે, તેઓ આ MRC ના ભાવનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે જેતપર ખેડૂત સંગઠન સાથે તેઓ પહેલેથી જ જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ રહેશે. જેતપર સંગઠન દ્વારા જમીનના વળતર અંગે જે ભાવ નક્કી કરવામાં આવશે, તે જ ભાવ તેમને મંજૂર રહેશે. #Morbi #Virvidarka #Maliya #AdaniPowerLine #FarmersProtest #JetparChhavni #MRCCommittee #AgricultureNews #MorbiUpdate #MorbiNews