આગામી દિવસોમાં રાજકારણમાં જોડાઈ તેવા સંકેત હળવદ : હળવદ શહેરમાં આવેલ શાળા નંબર-૭માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની જવાબદારી સંભાળતા ઘનશ્યામભાઈ દેથરીયાએ આજે શિક્ષકમાથી રાજીનામું આપી દીધું છે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઘનશ્યામભાઈ દેથરીયા આગામી દિવસોમાં રાજકારણમાં જોડાવાના હોય જેથી તેઓએ રાજીનામું ધરી દીધું છે.