મોરબી : RSS ની ભગીની શાખા ધર્મ જાગરણના પ્રમુખ રણછોડભાઈ જીવાણીએ 20 જાન્યુઆરીના રોજ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ શાળાનું વાતાવરણ, ભાવાવરણ, શાળાની ભૌતિક સુવિધા, શાળાની સ્વછતા, બાળાઓને અપાતું મૂલ્યવાન શિક્ષણ વગેરેને બિરદાવ્યું હતું. આ તકે રણછોડભાઈ જીવાણીએ કન્યાઓની સાંપ્રત સમસ્યા તથા આવનારા પડકારો અને માતા - પિતાનો પ્રેમ વિશેની વાત રજૂ કરી હતી અને સંજયભાઈ રાજપરા (વકીલ, યોગ શિક્ષિક અને RSS ની સુદર્શન શાખા(સરદાર પટેલ રોડ) ના સ્વયંસેવક) એ ભ્રસતિકા, કપાલભાતિ, અનલોમ વિલોમ પ્રાણાયામ કરાવી તેના લાભો વિશે સહજ સમજણ આપી હતી અને વાંચન, લેખન, ગીત-સંગીત, ભરતકામ, યોગ, કરાટે, જીવન ઘડતરથી રાષ્ટ્ર નિર્માણની બાબતોને જીવનમાં વણી લેવાની શીખ આપી હતી.