મોરબી: મોરબી તાલુકાના લખધીરનગર (નવાગામ) મુકામે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજિત સંત વેલનાથ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધર્મગુરુઓ અને સંતો-મહંતોના આશીર્વાદ સાથે આ શુભ પ્રસંગ તારીખ 16/01/2026 ને, શુક્રવાર (મહાશિવરાત્રી)ના રોજ યોજાશે.આ દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમની શરૂઆત ગુરુવાર, તા. 15/01/2026 ના રોજ થશે. આ દિવસે બપોરે 02:00 કલાકે શોભાયાત્રા નીકળશે અને સાંજે 04:00 કલાકે મૂર્તિ કુટીર કર્મ નું આયોજન કરાયું છે. રાત્રે 09:00 કલાકે પ્રખ્યાત આરાધકો નવિન દાદા જોશી અને કુલદીપ ઠાકોર સાજીંદા ગ્રુપ (કશ્યપ ઉત્સાદ એન્ડ ગ્રુપ) દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે.મુખ્ય કાર્યક્રમ શુક્રવાર, તા. 16/01/2026 ના રોજ યોજાશે. સવારે 08:00 કલાકે યજ્ઞ પ્રારંભ થશે, જેના આચાર્ય પદે શાસ્ત્રી જગદિશચંદ્ર ગીરધરલાલ ભટ્ટ (લખધીરનગર-નવાગામ વાળા) રહેશે. સવારે 10:00 કલાકે મહંત રામદાસ બાપુ (નકલંક રણુજા ધામ), મહંત સાઇરનાથ બાપુ (ખડખડ ધામ), સુંદરનાથ બાપુ (પ્લાસવા ધામ), મહંત જીજ્ઞેશનાથ બાપુ (વેલાવડ જગ્યા) અને મહંત ધોધાભગત (ગોકળથંભા) સહિત અન્ય સંતોના સામૈયા કરવામાં આવશે.સવારે 11:15 કલાકે સંતશ્રી વેલનાથ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત થશે. બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ યોજાશે અને બપોરે 02:30 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ સાથે કાર્યક્રમ સંપન્ન થશે. આ પ્રસંગે સમસ્ત કોળી ઠાકોર સમાજ (જોધપર નદી-મોરબી) દ્વારા ધ્વજા આરોહણ કરવામાં આવશે. મુખ્ય યજમાન તરીકે રાજુભાઈ અમરશીભાઈ દારોદરા અને અન્ય યજમાનો તેમજ દાતાઓએ આ ધર્મકાર્યમાં સહયોગ આપ્યો છે. જેમાં અતિથિ વિશેષ તરીકે અનેક સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે ત્યારે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા સર્વે ભાવિક ભક્તોને આ શુભ પ્રસંગે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.