તારીખ 25 અને 26 જુલાઈના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજનવાંકાનેર : વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે આગામી તારીખ 25 અને 26 જુલાઈના રોજ રામદેવપીર મહારાજના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે તારીખ 25 જુલાઈ ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે ગણેશાય પૂજન વિધિ થશે, બપોરે 12 કલાકે મહાપ્રસાદ, બપોરે 2 કલાકે ગૃહ શાંતિ અને સાંજે 4-30 કલાકે નગરયાત્રા નીકળશે. આ ઉપરાંત રાત્રે 9 કલાકે રામામંડળ ભજવવામાં આવશે.તારીખ 26 જુલાઈ ને શનિવારના રોજ સવારે 8 કલાકે ગણપતિ સર્વે દેવ પૂજન, બપોરે 12-15 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, બપોરે 12-30 કલાકે મહાપ્રસાદ અને સાંજે 4-15 કલાકે બિડું હોમવામાં આવશે. સાંજે 5 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી આશિષભાઈ પંડ્યા બિરાજશે. તો આ પ્રસંગે વીડી જાંબુડીયા ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.