હળવદ : આગામી તારીખ 2 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ હળવદ તાલુકાના ગોલાસણ ગામે નિર્માણ પામેલા રામદેવપીર મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.ગોલાસણ ગામ દ્વારા નિર્માણ પામેલા રામદેવપીર મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ યોજાનાર છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 1 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 કલાકે લાઈવ ડીજે અંબિકા સાઉન્ડના સથવારે રામદેવપીર મહારાજનો વરઘોડો નીકળશે. આ ઉપરાંત 2 ફેબ્રુઆરીના રોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેમાં બપોરે 11-45 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ તકે યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી પરેશ મહારાજ- ગોલાસણ હાજર રહેશે. 2 ફેબ્રુઆરીએ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં કલાકાર હિતેશભાઈ પ્રજાપતિ અને અલ્પાબેન પરમાર હાજરી આપશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીપળીધામ રામદેવપીરના મહંત વાસુદેવ મહારાજ, ચરાડવા મહાકાળી આશ્રમના દયાનંદગીરી બાપુ અને રામદેવપીરના ભુવા હસુભાઈ ખાંભડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે.