ટંકારા : ટંકારા ખાતે આવેલી ઈન્દ્રપ્રસ્થ-૩ રેસિડેન્સીમાં નવનિર્મિત મંદિરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે યોજાશે. આ ઐતિહાસિક પ્રસંગ વિક્રમ સંવત 2082, માગશર સુદ-5, તારીખ 25 નવેમ્બર ને મંગળવારના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. ઈન્દ્રપ્રસ્થ ડેવલોપર્સના તમામ ભાગીદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 25 નવેમ્બરે મૂર્તિનગર યાત્રા બપોરે 3 વાગ્યે, મહા પ્રસાદ સાંજે 6-30 વાગ્યે અને રાસ-ગરબા મહોત્સવ રાત્રે 9 વાગ્યે યોજાશે. આ ત્રણેય કાર્યક્રમ ઈન્દ્રપ્રસ્થ-3 રેસિડેન્સી, ટંકારા ખાતે યોજાશે. ઈન્દ્રપ્રસ્થ ડેવલોપર્સ તરફથી તમામ આમંત્રિત ભાવિક ભક્તો, વિસ્તારના રહેવાસીઓ તથા ગ્રહપરિવારને શ્રી હનુમાનજી દાદાના દર્શન કરવા, આશીર્વાદ લેવા અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટંકારા વિસ્તારના લોકો માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્વ બની રહેશે.