ચારણ સમાજ સાથે નવરાત્રીમાં દેવી મંદીરે આરતિ ધુપ કરી સ્તુતિ કરતા માઈ ભક્તો ટંકારા : હાલ નવલા નોરતા દરમિયાન ટંકારાના માઈ મંદિરે ચારણી સ્વરે માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. આઈનુ કુળ એટલે ચારણ અને ટંકારાના ચારણ સમાજ સાથે માઈ ભક્તો દ્વારા નવરાત્રીમાં દેવી મંદીરે આરતિ ધુપ સ્તુતિ કરી માં ના ગુણગાન શરૂ કરાતા જ ભક્તિમય માહોલ સર્જાયો છે. જગત જનની આધ્યાશક્તિ ભગવતિ દયાળી જે કુળમા અવતાર લે એ કુળ ચારણ અને માં ના ખપ્પરના દિવસોમા ટંકારા કવિરાજ સાથે માતાજીના ઉપાસકો રાત્રે નવ વાગ્યે આઈ શ્રી આવળમાંના મંદીરે એકઠા થઈ ચારણી સ્વરે આરતી ધુપ સાથે સ્તુતિ કરી માં ની આરાધના કરે છે. તેમજ આઈ શ્રી ખોડીયાર મંદિરે પછી આઈ શ્રી ચાપલમાંના જન્મ સ્થાનકે માતાજીની ભક્તિ કરવામાં આવે છે. આથી વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે અને માં ને મનમાં હાજરા હજુર ઝાખી કરી માઈ ભક્તો રાજી રાજી થઈ જાય છે.