મોરબી : મોરબીના રામાનંદી ભવન-રામઘાટ ખાતે મોરબી-માળિયા જિલ્લા રામાનંદી સાધુ સમાજ દ્વારા તા.10ને શનિવારે જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજનો 726મો પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં સવારે 8:30 થી 10 ગુરૂપૂજન, 10થી 10:30 વડીલ-સાધુ સંત સન્માન, 11:30થી 1:30 ભોજન પ્રસાદ અને 2 વાગ્યે વિદ્યાર્થી સન્માન યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિજનોને પધારવા મોરબી-માળિયા જિલ્લા રામાનંદી સાધુ સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.