વાંકાનેર : તારીખ 21 જાન્યુઆરી ને મંગળવારના રોજ વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ-વાંકાનેર દ્વારા સનાતન હિંદુ ધર્મ ઉદ્ધારક, આનંદભાષ્ય રચયિતા,અનંત વિભૂષિત યતિરાજ જગદ્દગુરૂ રામાનંદાચાર્યજી મહારાજનો 725 મો પ્રાગટ્ય મહોત્સવ શ્રી રઘુનાથજી મંદિર-વાંકાનેરના મહંત ભરતદાસજીબાપુની નિશ્રામાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ-વાંકાનેર શહેરના પરિવારોએ સાથે મળી સમૂહ પૂજન તથા આરતી સાથે કરી હતી. ત્યારબાદ ધર્મસભા યોજાઈ હતી. જેમાં સર્વ સંમતિથી પ્રમુખ તરીકે પિન્ટુભાઈ નિમાવત, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ દેવમુરારી તથા મંત્રી તરીકે ભાવિકભાઈ અગ્રાવતની નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં સર્વે જ્ઞાતિજનોએ સાથે મળી મહાપ્રસાદ લીધો હતો.