તારીખ તા.7થી 28 દરમિયાન અલગ અલગ વિસ્તારમાં સમારકામ માટે વીજ કાપ રહેશે મોરબી : મોરબીના અમુક સબ સ્ટેશનમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી આગામી તા. 7 થી 28 ઓક્ટોબર વચ્ચે અલગ-અલગ સબ સ્ટેશન અને ફીડર હેઠળના વિસ્તારોમાં જે તે નિર્ધારિત તારીખે પાવર સપ્લાય સવારે 8થી સાંજે 4-00 વાગ્યા સુધી બંધ રહેશે. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા GETCO દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે. જેમાં તા. 7ને બુધવારે રોજ 66 KV પાનેલી, 66 KV ખીરઇ તથા 66 KV વાઘપર, 66KV ડુંગરપુર સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 14ને બુધવારના રોજ 66KV રંગપર,220KV કેવી લાલપર માંથી નીકળતા 11KV મકનસર, સાઈ,જામ્બુડીયા, દેવ, જ્યોતિ, કોમેટ, વોટર વર્કસ, મારુતિ ફિડરો, 66KV રફાળેશ્વર, ઉંચી માંડલ ફીડરમાં સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા.21ને બુધવારના રોજ 66 KV અનિયારી ચોકડી, 66KV કાલિકાનગર,66KV ભરતનગર, 66 KV જેતપર સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા.28ને બુધવારના રોજ 66KV મોરબી A, 66KV વેજલપર, 66KV ઘુટૂ, 66KV રવાપર સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. ઉપરોક્ત સબસ્ટેશનમાંથી જે તે નિર્ધારિત તારીખે પાવર સપ્લાય સવારે 8થી સાંજે 4-00 વાગ્યા સુધી બંધ રહેશે.