પ્રિમોન્સુનની કામગીરી કરવાની હોવાથી સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી વીજ પાવર બંધ મોરબી : પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી ઉમિયા સર્કલ સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આવતીકાલે તા.૬ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા,મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.