મહાપાલિકાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી કરવાની અગાઉ જાહેરાત થઈ હતીમોરબી : મહાપાલિકાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી કરવાની અગાઉ જાહેરાત થઈ હતી. જો કે આ જાહેરાતના છેદ ઉડાડી ભાજપ દ્વારા શહેર પ્રમુખની નિમણુંકની પ્રક્રિયા 15 ડિસેમ્બરના રોજ યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. બભારતીય જનતા પાર્ટીની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રદેશની સૂચના અનુસાર સંગઠન પર્વ -૨૦૨૪ અંતર્ગત મંડલ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવેલ છે. મોરબી શહેર પ્રમુખની ઉમેદવારી માટે તા. ૧૫/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ જિલ્લા કાર્યાલય ઉપર ઉમેદવારી ફોર્મ સ્વીકારશે.મંડલ પ્રમુખની પસંદગી માટે ઘણા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં એક વખત કુલ મળીને બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. મહત્તમ ઉંમર ૪૦ ની હોવી જોઈએ, જેમાં ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહતમ ૪૫ વર્ષ સુધીનો નિર્ણય ચૂંટણી અધિકારી કરશે. મંડલ પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલની ટીમમાં અથવા જીલ્લાની ટીમ, સેલ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. વર્તમાનમાં સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તા મંડલ પ્રમુખ માટે દાવેદારી કરી શકશે નહીં. મંડલ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. જે મંડલ પ્રમુખ સતત બે ટર્મ મંડલ પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. ઉમેદવારે ફોર્મ સાથે ૨ ફોટા આપવાં ફરજીયાત છે.