વાંકાનેર : વાંકાનેર તાલુકામાં માટેલ ધરા નજીક આવેલ આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે અષાઢી બીજે ડાકનો કાર્યક્રમ કોરોના મહામારીને પગલે બંધ રાખવામાં આવ્યો છે. માટેલ ગામમાં આવેલ પ્રસિદ્ધ આઇશ્રી ખોડિયાર માતાના મંદિરમાં દર વર્ષે અષાઢી બીજના રોજ યોજાતો ડાકનો પ્રોગ્રામ આ વર્ષે તા. 12ને સોમવારનાં રોજ કોરોના વાયરસનાં સંક્રમણના લીધે મોકુફ રહેશે. તેમજ અષાઢી એકમ તા. 11ને રવિવારનાં રોજ રાત્રીના નીજ મંદિર ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મુકાશે. તેમ મંદિરના ટ્રસ્ટીની યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..