સીટી એ ડિવિઝન પોલીસે 5000 હજારની કિંમતની એક એવી થાઈલેન્ડની ગ્લેનફીડીચ સીંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કીની બોટલો કબ્જે કરી મોરબી : મોરબીમાં બકવાસ કરતા કરતા પોલીસ મથકે આવી બોલચાલ કરતા શખ્સને પોલીસે ઝડપી લઈ આ શખ્સના ઘરની તલાસી લેતા ઘરમાંથી રૂપિયા 5000 હજારની કિંમતની એક એવી થાઈલેન્ડની ગ્લેનફીડીચ સીંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કી તેમજ રૂપિયા 1800થી વધુ કિંમતની બેલેન્ટાઇન્સ ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની કુલ મળી 10 બોટલ મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વેલેન્ટાઈન દિવસની રાત્રીના કેલ્વીનભાઇ નવીનભાઇ કાલાવડીયા, રહે. એસ.પી રોડ, આઇકોન રેસીડેન્સી, બ્લોકનં.801, મોરબી નામનો શખ્સ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચડી આવ્યો હતો અને બકવાસ કરવા લાગ્યો હતો. સાથે જ પોલીસને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે આરોપી કેલ્વીનભાઇ ઘેરેથી દારૂનું વેચાણ કરે છે જે બાતમીને આધારે આરોપી કેલ્વીનભાઇના ઘેર પોલીસે દરોડો પાડતા ઘરમાંથી રૂપિયા 4945ની એક એવી ગ્લેનફીડીચ સીંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કીની 6 બોટલ તેમજ રૂપિયા 1817ની એક એવી બેલેન્ટાઇન્સ ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 4 બોટલ મળી આવતા પોલીસે કુલ મળી 36937રૂપિયાની કિંમતની 10 બોટલ થાઈલેન્ડની કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યોpm હતો.