મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 14 વાહનો ઝપટે મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે હવે જનજીવન એક્દમ સામાન્ય બની ગયું હોવાથી ફરી ટ્રાફિકની ગીચતા સર્જાઈ છે અને અગાઉ જેવો જ ટ્રાફિક થઈ ગયો હોવાથી થોડા સમય બાદ પોલીસે ફરીથી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે પોલીસની ખાસ ટ્રાફિક ઝુંબેશમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા 14 વાહનો ઝપટે ચઢી ગયા હતા અને આડેધડ વાહન પાર્કિંગ કરતા વાહનચાલકો ઉપર પોલીસે તવાઈ ઉતારી હતી. મોરબી જિલ્લામાં ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બની ગયો હોય થોડા દિવસો પહેલા જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા પોલીસની ટીમોએ ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. પણ ટ્રાફિકની સ્થિતિ હળવી થવાનું નામ ન લેતા ફરીથી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ગઈકાલે સમગ્ર જિલ્લા પોલીસની ટીમોએ ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જેમાં ખાસ કરીને આડેધડ વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અડચણ રૂપ બનતા વાહનચાલકો સામે તવાઈ ઉતારી હતી અને મોરબીમાં છકડો રીક્ષા, એક્ટિવા, ચાર રીક્ષાચાલક, વાંકાનેરમાં ડમ્પર, ઇકો કાર, ટંકારામાં બે રીક્ષાચાલકો, એક ટ્રક, બે બોલેરો પિકઅપ વાહન ચાલકો અને એક બાઈકચાલક સહિત 14 વાહન ચાલકો સામે પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..