મોરબી : મૂળ સુરત વતની હાલ મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં ઓમશાંતી પાર્કમાં રહેતા સમીરભાઇ (રુદ્ર) અશ્વીનભાઇ દેસાઇ (ઉ.વ. 41) ગત તા. 29 નવેમ્બરના રોજ પોતાના ઘરેથી લગ્નમાં બહારગામ જવાનું કહીને ગયા હતા. જે મોરબી પરત આવી ગયા હતા પરંતુ ઘરે નહી આવતા પરિવારજનોએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસ ફરિયાદના આધારે ગુમશુદા સમીરભાઈની શોધખોળ કરી રહી છે.