મોરબી : આગામી વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ માટે મોરબી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકો પર પોલીસ ઓબ્ઝર્વર તરીકે કે.એજીલઅરેશન (IPS )ની નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓની હોટલ ફર્ન, માળીયા રોડ, રૂમ નંબર ૩૩૧, ખાતે સવારના કલાક ૧૦/૦૦ થી કલાક ૧૨/૦૦ સુધી મુલાકાત થઇ શકશે.