મોરબીઃ આગામી તારીખ 23 જુલાઈના રોજ ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામાયણ ગ્રંથના એક અભિન્ન હિસ્સા પર પ્રકાશ પાડતું નાટક રામ લલા કી માતા ભજવવામાં આવશે. 23 જુલાઈ ને શનિવારના રોજ મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે રાત્રે 9 કલાકે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામ લલા કી માતા નાટક ભજવવામાં આવશે. પ્રાચીન ગ્રંથ રામાયણના એક અભિન્ન હિસ્સા પર પ્રકાશ પાડતું આ નાટક બેંગ્લોર આશ્રમ મંડળી દ્વારા ભજવવામાં આવશે. આ નાટક નિહાળવા માટે સમગ્ર પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવાયું છે. નાટક નિહાળવાના પાસ મેળવવા માટે મો.નં. 9825222852 અને 9825322852 પર સંપર્ક કરવા જણાવાયું છે.