ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ચાલતી ગૌ શાળાના લાભાર્થે આગામી તા. 8ને શનિવાર ને રાત્રે 10 કલાકે લજાઈ ગામના ગોંદરે નાટક યોજાશે જેમાં નાટક 'કૃષ્ણ વૃષ્ટિ યાને દાનેશ્વરી કર્ણ ' સાથે સાથે પેટ પકડી ને હસાવતું કોમિક પણ ભજવાશે. લજાઈ ગૌશાળા 55 વર્ષથી ગૌ સેવા કરી રહ્યા છે. તેની સ્થાપના સોહંમદત બાપા દ્વારા કરવામાં આવી હતી. દર વર્ષે એક વખત નાટક ભજવવામાં આવે છે નાટક દરમિયાન આવતા દાનથી આખું વર્ષ ગૌ સેવામાં વાપરવામાં આવે છે. આ ગૌશાળામાં લુલી લંગડી અંધ અપંગ ગૌ માતાની સેવા કરવામાં આવે છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બની ગૌસેવાનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.