હળવદ: હળવદ તાલુકાના સમલી ગામ ખાતે ધર્મપ્રેમી જનતા માટે એક ઐતિહાસિક નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શક્તિ યુવક મંડળ અને સમલી ગામ દ્વારા 'વીર માંગડાવાળો યાને પદમા ની પ્રીત (પ્રેતની અમર પ્રેમ કહાની)' નાટકનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ તારીખ 20 ઓક્ટોબર, 2025ને સોમવારના રોજ રાત્રે 09:00 કલાકે યોજાશે. ત્યારે શ્રી શક્તિ યુવક મંડળ, સમલી દ્વારા આ નાટક નિહાળવા માટે તમામ ધર્મપ્રેમીઓને પરિવાર સહ પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.