ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામે તા.૦૧-૧૦-૨૦૧૯ ને મંગળવાર રોજ નિરાઘાર અંઘ અપંગ ગાયોના લાભાર્થે લજાઇ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં પડી રહેલા વરસાદના કારણે હાલ આ નાટકનો પ્રોગ્રામ મોફુક રાખવામાં આવ્યો છે. અને ફરીથી નાટકના આયોજન અંગેની તારીખ જાહેર કરવામાં આવશે તેવું આયોજકોની યાદીમાં જણાવાયું છે.