ખેડૂત એકતા મજબૂત કરવા જલપાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી દ્વારા નાટકનું આયોજન, જિલ્લાના તમામ ખેડૂતોને ઉપસ્થિત રહેવા આહ્વાનમોરબી : જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે એક વિશેષ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત એકતા દાખવી તમામ ખેડૂત મિત્રો અને બહેનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ખેડૂતોની વર્તમાન સ્થિતિ અને તેમની સમસ્યાઓને ઉજાગર કરવા માટે 'અદાણી નો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા' નામનું નાટક ભજવવામાં આવશે. આ નાટકમાં જલપાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી પોતાના અભિનય દ્વારા ખેડૂતોની વેદના રજૂ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂત એકતાનો સંદેશ વધુ મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમનું આયોજન જેતપર આંદોલન છાવણી ખાતે કરવામાં આવ્યું છે. આજે તારીખ 25/06/2026 ને ગુરુવારના રોજ રાત્રે 9:00 વાગ્યે આ નાટક ભજવવામાં આવશે. આયોજકો દ્વારા આ પવિત્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા સૌને અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Jetpar #FarmersProtest #KisanAndolan #GujaratFarmers #KhedutEkta #MorbiNews #JetparAndolan