મોરબીના ટીંબડી ગામ પાસે બનેલી મારામારીની ઘટનામાં વળતી ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના ટીંબડી ગામ પાસે આવેલી ફેકટરી નજીક મારામારીની ઘટના બની હતી. જેમાં ગઈકાલે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે અને તારા કારખાનાનો ટીસી થાંભલો અમને ખેતરે જવામા નડે છે તેમ કહી યુવાન પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા (ઉવ-૩૬ ધંધો-વેપાર રહેવાસી-રીલાયાન્સ નગર સોસાયટી રવાપર રોડ મોરબી) એ આરોપીઓ જયેશભાઈ વલ્લભભાઈ કૈલા) હરેશભાઈ વલ્લભભાઈ કૈલા, દિનેશભાઈ વશરામભઈ કૈલા (ત્રણેય રહે. ટિંબડી, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખઃ-૧૩ ના રોજ ટીંબડી ગામની સીમમાં આવેલ ઓસીસ કારખાનાની ઓફીસમા આરોપીઓએ ફરીયાદીને તારા કારખાનાનો ટીસી થાંભલો અમને ખેતરે ટ્રેકટર લઈને જવામા નડે છે તેમ કહી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ઢીંકાપાટુનો મારમારતા વાંસાના પાછળના ભાગે તથા છાતીના ભાગે મુંઢ ઇજા થયેલ બાદ બહાર કારખાનાના ગેટ પાસે આવી ત્યા ફરીયાદીને કહેલ કે બહાર ભેગો થા એટલે તને જોઈ લેશુ અને મારી નાખશુ તેવી ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.