આરોપીને ઘરેથી કાઢી મુક્યો હોય એ બાબતે ધારાસભ્યએ દરમ્યાનગિરી ન કરવાનું જણાવતા ખાર રાખીને ગાળો આપી હોવાની કબૂલાતમોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સોશ્યલ મીડિયામાં ગાળો અને ધમકી આપનાર શખ્સને પોલીસે આજે દબોચી લીધો હતો. તેણે પોલીસની પૂછપરછમાં આરોપીને ઘરેથી કાઢી મુક્યો હોય એ બાબતે ધારાસભ્યએ દરમ્યાનગિરી ન કરવાનું જણાવતા ખાર રાખીને ગાળો આપી હોવાની કબૂલાત આપી છે.મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોશ્યલ મીડિયામાં ગાળો તેમજ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે પોલીસે ધારાસભ્યને ગાળો અને ધમકી આપનાર આરોપી મોહન ઉર્ફે મહેશ ઉર્ફે પપ્પુ ભૂપતભાઈ કાતડને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પરથી ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ એવી કબૂલાત આપી હતી કે, તેને ઘરેથી કોઈ કારણોસર કાઢી મુક્યો હતો. આથી આરોપીએ પરિવાર સાથે સામાધન કરવાનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કહ્યું હતું. પણ ધારાસભ્યએ આ તમારો પારિવારિક મામલો હોય એમાં વચ્ચે ન પડવાનું કહેતા આરોપીએ આ બાબતનો ખાર રાખીને ધારાસભ્યને સોશ્યલ મીડિયા મારફત ગાળો અને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.