મોરબી : મોરબી તાલુકાના ગિડચ ગામે અગાઉ વીજળી પડવાથી એક નગરિકનું મોત નીપજ્યું હતું. તેથી તેમના પરિવારને ઘરનું ભરણપોષણ કરવામાં આર્થિક રીતે મદદરૂપ બનવા માટે હતભાગીના પત્નીને રૂ.2 લાખની સહાયનો ચેક સરકારી તંત્ર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકાના ગિડચ ગામે રહેતા ગણપતભાઈ મગનભાઈનું ગત તા.16/4/19ના રોજ વીજળી પડવાથી મોત થયું હતું. તેમના પરિવારે આધાર સ્તંભ ગુમાવતા આર્થિક રીતે મુસીબતમાં મુકાઈ ગયો હતો. આથી સરકાર સમક્ષ હતભાગીના પરિવારને આર્થિક સહાય આપવા માટે મદદનો પોકાર કરવામાં આવ્યો હતો. આથી સરકાર તરફથી હતભાગીના પરિવારને રૂ.2 લાખની સહાય આપવાની મજુરી આપવામાં આવી હતી. ત્યારે આજે તાલુકા વિકાસ અધિકારી ગોહિલ સાહેબ, સુવેરાભાઈ, જીવાણીભાઈ, મહેતભાઈ, બારેજીયાભાઈ સહિતના હસ્તે હતભાગી ગણપતભાઈના પત્ની ભાનુબેનને રૂ.2 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne