મોરબી : કોરોના વાયરસના પગલે લોકડાઉન હોવાથી આવશ્યક કામ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઈ છે. ત્યારે ગાળા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગ્રામજનો સિવાય અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ અજાણ્યા વ્યક્તિઓ કે ફેરિયાઓએ પ્રવેશવા પર મનાઈ કરવામાં આવી છે. વધુમાં, ગ્રામ પંચાયત દ્વારા દરેક કંપનીઓની મુલાકાત લઇ કંપનીઓના સહયોગથી ગામમાં વસતા મજૂરોને બંને સમયના ભોજન, રહેવા અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, ગામલોકો દ્વારા લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ કોઈ ભૂખ્યું ના રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.