ધીરજલાલ મહેમદાવાદીએ 34 વર્ષની કારકિર્દીમાં સ્ટીમથી લઈ ઇલેક્ટ્રિક એન્જીન ચલાવ્યા : આખી નોકરીમાં ક્યાંય અકસ્માત કે અન્ય ભુલ ન કરી રેલવેનું ગૌરવ વધાર્યુંમોરબી : મોરબીના વતની એવા ધીરજલાલ મહેમદવાદી રેલવેમાં લોકો પાયલોટ તરીકે 34 વર્ષ ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. ત્યારે તેઓને રેલવેના અધિકારીઓએ બહુમાન કરીને શુભકામનાઓ પાઠવી ભાવભેર વિદાય આપી હતી.મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજના ધીરજલાલ મહેમદાવાદી રેલવેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ દરરોજ ટ્રેન ચલાવીને હજારો લોકોને પોતાની મંઝિલ સુધી પહોંચાડતા હતા. તેઓ રાજકોટની મેઈલ એક્સપ્રેસના લોકો પાયલોટ હતા.ગઈકાલે તેઓની નિવૃત્તિ નિમિતે રેલવે દ્વારા વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનની આગળ ખાસ શુભકામનાઓનું પોસ્ટર લગાવવામાં આવ્યુ હતું.વધુમાં ધીરજલાલે 34 વર્ષની કારકિર્દીમાં કોઈ અકસ્માત કે ભુલ ન સર્જી રેલવેનું ગૌરવ વધાર્યું છે. ખાસ વાત તો એ છે કે ધીરજલાલે સ્ટીમથી લઈ ઇલેક્ટ્રિક એન્જીન પણ ચલાવ્યા છે. તેઓ સેવા નિવૃત થતા તેઓ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓનો ધોધ વર્ષી રહ્યો છે.