ઉંચી માંડલ ગામે સરપંચ સહિતના આગેવાનો દ્વારા માનવતા દાખવાઈ મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભેંસ અને ગૌવંશ કુંડી, કુવામાં ખાબકી રહ્યા છે ત્યારે આજે આવા જ એક કિસ્સામાં ઉંચી માંડલ ગામે ખુંટીયો કેનાલમાં ખાબકતા સરપંચ અને સેવાભાવી લોકોએ ક્રેઈંનની મદદથી ખુંટીયાને કેનાલ બહાર કાઢ્યો હતો. મોરબીના ઉંચી માંડલ ગામ નજીકથી પસાર થતી વિશાળ નર્મદા કેનાલમાં આજે વહેલી સવારથી ખુંટીયો પડી જતા સેવાભાવી લોકોએ ખુંટીયાને બહાર કાઢવા કોશિશ કરી હતી. પરંતુ કેનાલ ઊંડી હોવાથી ખુંટીયો આપમેળે કે કોઈની મદદથી બહાર નીકળી ન શકતા અંતે ગ્રામજનોએ ગામના સરપંચ ટપૂભા માવુભા પરમારને જાણ કરતા સરપંચે તાબડતોડ ક્રેઈન બોલાવી હતી અને ક્રેઈનની મદદથી આ ગૌવંશનો જીવ બચાવી માનવતા દાખવવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..