મોરબી : મોરબીમાં દેશભક્ત યુવાને પુત્રના જન્મદિવસ નિમિત્તે અસલાલ બોર્ડર પર દેશની રક્ષા કરતા BSF જવાનોને કૂલર વિતરણ કર્યું હતું. મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે પુત્ર શિવાજીના જન્મદિવસની દેશભક્તિનું પ્રેરક કાર્ય કરી પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે. મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલના પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર 43 થી 45 ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા BSFના જવાનોને કૂલર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરાઈ હતી. તે વેળાએ બીએસએફને જે જરૂરી સુવિધા મળવી જોઈએ તે ન મળતી હોવાનું રાધેભાઈની સામે આવ્યું હતું. ત્યારે ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા જવાનનોને કૂલર આપી પોતાની ફરજ પુરી પાડી હતી.