જુના કપડાં, રમકડાં, વાસણો સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનમાં પણ આપ્યા મોરબી : યુવાનો પણ સામાજિક સેવા કાર્ય તરફ આકર્ષાય અને અગ્રેસર રહે એવા હેતુથી પટેલ સોશિયલ ગ્રુપ દર વર્ષે આધાર કેમ્પ,વૃક્ષારોપણ જેવા અવનવા સામાજિક કાર્યો યોજતા રહે છે.આ વર્ષે પણ આધાર કેમ્પ યોજી લોકો પાસેથી જુના કપડાં,રમકડાં,વાસણો એકઠા કરી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનમાં આપ્યા હતા.તેમજ ગરીબોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. મોરબીનું પટેલ સોશિયલ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ આધાર કેમ્પ યોજી દિવાળી પહેલા મોરબીવાસીઓ પાસેથી જુના કપડાં,રમકડાં,વાસણો વગેરે સામગ્રી એકઠી કરી હતી.એકઠો કરેલો સામાન સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન મોરબી ખાતે આપવામાં આવેલ હતો.વધેલો સામાન પાડા પુલ નીચે વસતા ઝૂંપડપટ્ટીના લોકોને અને નવલખી રોડ પર રહેતા ગરીબ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા.આ વિતરણ હાર્દિક નાકરાણી,ઋત્વિક ઝાલાવાડિયા,હર્ષિલ ભાલાળા,રવિ કોયાણી તથા સર્વે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ હાર્દિક નાકરાણીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..