ખેડૂતોએ ખરાવાડની જમીન વૃક્ષારોપણ માટે સોંપી : હજુ બીજા 6 વિઘામાં વાવેતર શરૂમોરબી : અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિશ્વભરને સતાવી રહી છે. ત્યારે આ સમસ્યાથી બચવા માટે વૃક્ષારોપણ ખૂબ જરૂરી છે. આમ તો ઘણા લોકો વૃક્ષારોપણ ક્ષેત્રે અનેક પ્રવૃતિઓ કરી રહ્યા છે પણ માળિયાના નાના દહીંસરા ગામની પંચાયતે તો તમામ ગ્રામ પંચાયતોને પ્રેરણા મળે તેવું કાર્ય કરી બતાવ્યું છે. નાના દહીંસરા ગામના પૂર્વ સરપંચ અને હાલ સરપંચ તરીકે કાર્યરત ભાડજા ગજેન્દ્રભાઈ પ્રવિણભાઈએ પર્યાવરણ બચાવવાના દ્રઢ સંકલ્પ થકી 10,500 વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે. આ માટે ખેડૂતોએ ખરાવાડની 7 વિઘા જમીન પણ આપી છે. આમ 7 વિઘા જમીન ઉપર કૃત્રિમ જંગલ ઉભું થઈ ગયું છે. વધુમાં હજુ બીજી 6 વીઘા જગ્યામા 10,000 વૃક્ષોનું તેઓ દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે.